Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પાટડીના ધામા ગામમાં સગીરાની હત્યાના વિરોધમાં ઠાકોર સમાજ દ્વારા ચકકાજામની ચિમકી

વઢવાણ તા.૧૩ : પાટીડી તાલુકાના ધામા ગામે ઠાકોર સમાજની સગીરાની ગળુકાપી હત્યા કરવાના મામલામાં આજે સમ્રગ ગુજરાત ક્ષત્રીય ઠાકરો સેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે મૃતક સગીરાને ન્યાય મળે અને ઝડપાયેલા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે આજે બપોર બાદ પાટડી તાલુકા ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા પાટડી ચકકાજામ કરવાનું એક એલાન જારી કરવામાં આવ્યું છે.જેના ભાગ રૂપે પાટડી ખાતે બપોરબાદ સંભવીત રીતે ચકકાજામ થવાની શકયતા ઓ સેવાઇ રહી છ.ે તેમજ ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા તમામ જિલ્લા અને તાલુકા ગ્રામ્ય સમીતીઓના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉમટશે.

(3:49 pm IST)