Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

શાપર પાટીયા પાસે પાકિઁગમાં પડેલ ટોરસ ટ્રકમાંથી એક લાખના દારૂ સાથે સિક્કાનો મુકેશ પરમાર ઝડપાયો

જામનગર વિસ્તારમાં દારૂ-જુગારના દરોડાઃ ૧૭ શખ્સો ઝડપાયાઃ ત્રણ મોટર સાયકલની ઉઠાંતરી

 જામનગર તા.૧૩: પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દીલીપભાઇ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા તથા પ્રતાપભાઇ ખાચરને મળેલ બાતમી આધારે જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર શાપરગામના પાટીયા નજીક દ્વારકાધીશ હોટલની બાજુમાં આવેલ પાર્કીગમાં ટ્રક નંબર જી.જે.૧૦ વી ૯૯૬૯ માં મુકેશ મગનભાઇ પરમાર રહે.સીક્કા વાળો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરવાની પેરવી કરી રહેલ છે. તેવ હકિકત આધારે રેઇડ કરી ટોરસ ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૩૮,૪૦૦ તથા ચપટા નંગ-૪૮૦ કિ.રૂ.૪૮૦૦૦ તથા બીયર ટીન-૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦ તથા ટોરસ ટ્રક કિ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૦૩,૭૦૦નો મુદામાલ કબ્જે કરી, મજકુર આરોપીની એ.એસ.આઇ. જયુભા ઝાલાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂ બીયરનો જથ્થો મંગાવનાર દિનેશ ગોજીયા રહે.જામનગર ગોકુલનગર વાળાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.સ.ઇ. વી.વી.વાગડીયા, વી.એમ.લગારીયા તથા એલ.સી.બી.સ્ટાફના વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, રામદેવસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, મીતેશભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

ગોકુલનગરમાં દરોડો

ગોકુલનગર,સરદારનગર જુગારનો અખાડો ચલાવતા હોવાની હકિકત આધારે રેઇડ કરતા કુલ-૬ ઇસમો રૂ.૬૦,૩૦૦ તથા ઇકો ગાડી -૧ મળી કુલ રૂ.૨,૬૦૩૦૦ ના મુદામાલ સાથે પકડાઇ ગયા છે.

શૈલેષગીરી લાભુગીરી ગોસ્વામી બાવાજી રહે ગોકુલનગર, સરદારનગર, ભરતભાઇ કમલેશભાઇ ચૌહાણ રહે. ગોકુલનગર, પાણાખાણ,સમનગર, ફકીરમામદ ઉર્ફે દરબાર જુમાભાઇ અખાણી સુમરા રહે.ઉગમણા જાપે, લાલપુર  આરીફભાઇ આમદભાઇ ભટ્ટી રહે.લાલપુર, છબીલચોક, સામે કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ વી.વી.વાગડીયા વી.એમ.લગારીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રામદેવસિંહ ઝાલા, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ રબારી, પ્રતાપભાઇ ખાચર હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિહ એસ.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, મીતેશભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

રાસંગપર ગામે જુગાર

 મેઘપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. એમ.એસ.વશરા એ ફરીયાદ નોંધાવી છે કે, રાસંગપર ગામે મહાજનની ધર્મશાળાની બહાર  દેવેન્દ્ર રમણીકલાલ અત્રી, રાણાભાઈ વેઠાભાઈ વાળા, ભીખુ ઉર્ફે ગોગરો મગનભાઈ કસરેજી, પરબત રણમલ નંદાણીયા રમેશ કાનજીભાઈ કરણીયા, મનસુખ તરસીભાઈ કરસેની, કેવલ ઉર્ફે ભાણેજ અમૃતલાલ ગડા, હમીરભાઈ ગોગનભાઈ મંઘવા, મનુભાઈ માયાભાઈ મકવાણા, ગુલામહુશેન જુમ્માભાઈ ખાખી, રે બધા રાસંગપર ગામ, તા.લાલપુર, જુગાર રમતા  રૂ.૧૭૬૧૦/– તથા મોબાઈલ નંગ–૭ કિંમત રૂ. પપ૦૦/–ના તથા ત્રણ મોટરસાયકલ જી.જે.૧૦ એ.જે.૯૧૬૭ કિંમત રૂ. ૧ર૦૦૦/– તથા સી.ટી.–૧૦૦ મોટરસાયકલ નં. જી.જે.૧૦ એ.ડી.૪પ૯૬ કિંમત રૂ. ૧૦,૦૦૦/– તથા ડીસ્કવર મોટરસાયકલ નં. જી.જે.૧૦ બી.ઈ.– પ૧પ૪ મળી કુલ રૂ.પપ૧૧૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દિગ્જામ સર્કલ પાસેથી

 અહીં સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં સોહીલભાઈ હાજીભાઈ પતાણી એ ફરીયાદ નોંધાવી છે કે,  દિગ્જામ મીલ પાસે મહાકાળી સર્કલ પાસે સ્પેલન્ડર રજી.નં. જી.જે.૧૦–એફ.એફ.૧૧૦૦,  રૂ.ર૦,૦૦૦/– નું કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સર્મપણ હોસ્પિટલ પાસેથી

અહીં સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં રફીકભાઈ મુશાભાઈ ખીરા એ ફરીયાદ નોંધાવી છે કે,  સર્મપણ હોસ્પિલ પાસે, એકસેસ ૧રપ કાળા કલરનું રજી.નં. જી.જે.૦૩–ડી.આર.–૩૪૦૦,  રૂ.રપ૦૦૦/– નું સમર્પણ હોસ્પિટલ રોડ પાસે પાર્ક કરેલ હોય જે આ કામના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પવન ચક્કી પાસેથી

અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નીલેશભાઈ ઈશ્વરલાલ પાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  પવનચકકી પાસે, સૂર્યમુખી હનુમાન મંદિરની બહાર આઈ સ્માર્ટ મોડલ નું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–બી.એસ.–૬૬૧૮ નું િંકંમત રૂ.૩૦,૦૦૦/– તથા મોબાઈલ સેમસંગ ગેલેકસી જે–૭ પ્રાઈમ કિંમત રૂ.પ,૦૦૦/– નું સુર્યમુખી હનુમાન મંદિરની બહાર પાર્ક કરેલ હતું  તેનું આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(3:49 pm IST)