Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જૂનાગઢમાં વધુ ચાર ઇંચ વરસાદ: વિલીંગ્ડન ઓવરફ્લો

માળિયામાં બે કલાકમાં 3 ઇંચ ખાબક્યો: વિસાવદર, ભેંસાણમાં 2 ઈંચ

જૂનાગઢ ;ગઈકાલથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે આજે સવારથી જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢમાં વધુ ચાર  ઈંચ વરસાદ પડતા વિલીંગ્ડન ઓવરફ્લો થઈ ગયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ વિસાવદર, ભેંસાણમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો

(2:03 pm IST)