Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદઃ લીલાલહેરઃ વડીયા-બગસરામાં ૭, તાલાલામાં ૪ ઇંચ

ગઇકાલે વરસ્યા બાદ રાત્રિના પણ અમૂક વિસ્તારોમાં વરસ્યો : સોરઠમાં મેઘો અવિરત : હજુ કચ્છ કોરૂ

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘસ્વારીનું આગમન થતાં લોકોમાં હરખની હેલી છવાઇ છે. છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લા કોરા છે અને લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ગઇકાલે અમરેલીના વડિયા અને બગસરામાં ૭ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

ગઇકાલે આખો દિવસ મેઘરાજા વરસ્યા બાદ રાત્રીના પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને સોરઠમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે.

ઉના

ઉના : શહેર તથા ગ્રામ્ય પંથકમાં આજે ૩ દિવસથી અવિરત પણ વરસાદ શરૂ રહ્યો છે. ગઇકાલે રાત્રીના આજે આખો દિવસ ઝાપટા સ્વરૂપે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે. મોસમનો ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, પાલડી, કોલ, ચીખલી, નવા બંદર, સૈયદ રાજપરા, માણેકપુર વિગેરે દરીયાકાંઠાના ગામોમાં મુસળધાર ૪ ઇંચ વરસાદ વરસી ગયો છે અને આજે દરીયામાં ભરતી અને કરંટ હોય તોતીંગ મોજા ઉછળતા વરસાદી પાણી દરિયામાં ન જતા અનેક વિસ્તારોમાં કમર ડુબ પાણી ભરાઇ ગયા હતા. માર્ગ વ્યવહાર બંધ થઇ ગયો હતો.

તેમજ ગીરગઢડા તાલુકાના બાબરીયા, થોરડી, ભાખા, જામવાળા ગીરમાં ૧૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જંગલમાં બાણેજ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ વરસતા નદીઓમાં પુર આવ્યા છે. તેમજ ગીરગઢડા શહેરમાં ૧૨ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીરગઢડા તાલુકાના ધ્રાબાવડથી વેળા કોટ જતા પુલનું કામ બંધ હોય પુલ પાસે કામચલાઉ ડાઇવર્ઝન બેઠો પુલ રૂપેણ નદી ઉપર તંત્રએ કરેલ હોય જે ભારે પૂર આવતા ધોવાઇ ગયેલ. વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

ઉના તાલુકાના રાવલ ડેમ ઉપર કાલે ૨ાાા ઇંચ વરસાદ વરસી જતાં ઉપરવાસ વરસાદને કારણે ડેમમાં ૫૦ સે.મી. પાણી આવક થતાં ૧૦.૮૦ મીટર ભરાયો છે. ૧૯ મીટરે ઓવર ફલો થયો છે. જ્યારે કોદીયા ગામે આવેલ મચ્છુન્દ્રી ડેમ ઉપર સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ વરસી જતા જંગલમાં ધોધમાર વરસાદ વરસી જતાં ૧૦ સે.મી. આવક થતાં ૫ મીટર ભરાયો છે. ૧૦ મીટર ઓવરફલો થાય છે. તેમજ ઉના તાલકુાના મોટા ડેસર ગામમાં પ્રાથમિક શાળાના મેદાનમાં પાણી ભરાયા હતા. વિદ્યાર્થીઓ પાણીમાં ચાલી શાળાએ ગયા છે.

કેશોદ

કેશોદ : શહેરમાં ગઇ કાલ રાત્રીથી સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જોડીયા

જોડીયા : શહેરમાં સવારે જોરદાર વરસાદી ઝાપટુ પડી ગયું હતું.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૨.૮ મહત્તમ, ૨૭ લઘુત્તમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૧.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી. આજે સવારે ૭ વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાકનો ધ્રોલ-૧, જામનગર-૧, જોડીયા-૧, જામજોધપુર-૭ અને કાલાવડમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

વાંકાનેરમાં માત્ર  વરસાદી ડોળ

વાંકાનેર : રાજ્યભરમાં છવાયેલ ભારે વરસાદી સિસ્ટમ છતાં અન્યત્ર તો વરસાદી માહોલ ભરપૂર છે પરંતુ વાંકાનેરમાં આભમાં ઘનઘોર વાદળછાયુ વાતાવરણ છતાં ગઇકાલથી અત્યાર સુધી માત્ર અમી છાંટણા જ જોવા મળે છે. છવાયેલા આ વરસાદી વાદળા ખેડૂતો માટે ચિંતાના વાદળો સમાન સાબિત થઇ રહ્યા છે. હવે વરસાદી મહેરની કાગડોળે રાહ જોવાઇ રહી છે.

કોટડા સાંગાણીમાં ૩ ઇંચ વરસાદ

કોટડાસાંગાણી : આજરોજ બપોર ૪ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મોસમોન પહેલો વરસાદ ૩ ઇંચ પડેલ હતો.

વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરેલ હતી. આજુબાજુના ગામડાઓમાં જેમ કે રાજગઢ, માણેક વાડા, સતાપર, ઓળીયા, રાખોદ ૧ થી પ ઇંચ વરસાદ નોંધાયેલ છે. જેથી ખેડૂતોએ વાવણીનુ કામ શરૂ કરેલ છે.

ગોંડલ

ગોંડલ : શહેર તાલુકાના મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ આજ ધમાકદાર એન્ટ્રી કરતા બે ઇંચ વરસાદ વરસા જોવા પામ્યા હતો. શહેરના રાજ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. દેવપરા મેઇન રોડ નવો બનતા સેન્ટ્રલ ટોકીઝ પાછળ આવેલ કાપડી હનુમાનજીની મંદિર વાળી શેરીમાં પાણી ભરાયા હતા. પાલિકા દ્વારા તાકીદે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી. જયારે મામલતદાર કચેરીએ ફલડ કંટ્રોલરૂમમાં જવાબદાર કર્મચારીઓ દ્વારા વરસાદના અલગ અલગ આંકડાઓ આપવામાં આવ્યા હતાં.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

વેરાવળ

 ૩૪

 મી.મી.

તાલાલા

 ૯પ

   ''

સુત્રાપાડા

  પ૮

   ''

કોડીનાર

૧૯પ

   ''

ઉના

૧૪૩

   ''

અમરેલી

વડીયા

૧૭૯

મી.મી.

અમરેલી

  ૭૦

   ''

બાબરા

  ૪૩ 

''

બગસરા

૧પ૯

   ''

ધારી

  ૮ર

   ''

જાફરાબાદ

૧૭૭

   ''

ખાંભા

  ૯૭

   ''

લાઠી

  ૩૯

   ''

લીલીયા

  પપ 

   ''

રાજુલા

૧પ૪     ''

 

સાવરકુંડલા

 ૧ર ૧

   ''

રાજકોટ

ધોરાજી

  ૭૦

મી.મી.

ગોંડલ

  ર૮

   ''

જામકંડોરણા

  ૪૬

   ''

જસદણ

 ૭૭

   ''

જેતપુર

 ર૭

   ''

કોટડાસાંગાણી

 પ૦  

   ''

લોધીકા

૧૩૮

   ''

ઉપલેટા

 ૬પ

   ''

રાજકોટ

   ૬

   ''

ભાવનગર

શિહોર

   ૬

મી.મી.

ઘોઘા

   ૬

    ''

વલ્લભીપુર

 ૧૧

   ''

મહુવા

 ૯૬

   ''

તળાજા

૧ર૦

   ''

તાલીતાણા

  ર૪

   ''

ગારીયાધાર

 ૧૦

   ''

જેસર

૮૧

    ''

ઉમરાળા

   ૬

   ''

જુનાગઢ

ભેંસાણ

 ૪પ

મી.મી.

જુનાગઢ

   ૬

   ''

કેશોદ

   ૪

   ''

માળીયા હાટીના

 ૮પ

   ''

મેંદરડા

 ૪૦

   ''

માંગરોળ

   ૬

   ''

વંથલી

   ૩

   ''

વિસાવદર

 ૬૦

   ''

પોરબંદર

પોરબંદર

 ૧પ

મી.મી.

રાણાવાવ

 ર૩

   ''

કુતિયાણા

 ૪ર

   ''

બોટાદ

 ૧૭

મી.મી.

ગઢડા

 ૧૮

   ''

બરવાળા

 ૩૬

   ''

રાણપુર

   ૧

   ''

જામનગર

જામનગર

   ૧

મી.મી.

કાલાવડ

   ૭

   ''

જામજોધપુર

   ૭

   ''

ધ્રોલ

   ૧

   ''

જોડીયા

   ૧

   ''

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

   ૬

મી.મી.

દ્વારકા

   ૧

   ''

ખંભાળીયા

   ૩

   ''

(11:57 am IST)