Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

શંકાસ્પદ જણાતા મિટર ચેક કરતા કોડીનારના વિજ કર્મચારીને માર્યો

કોડીનાર તા.૧૩: કોડીનારમાં મિટર ચેકીંગ દરમિયાન PGVCL કર્મચારી ઉપર ચાર શખ્સોએ એ હુમલો કર્યાની અને ફરજ રૂકાવટની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

નિલેશકુમાર રમેશભાઇ પટેલે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ કાદરી મોરલ્લામાં રૂટીન મિટર ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક મકાનનું મિટર શંકાસ્પદ લાગતા મિટરની ચેકીંગની કામગીરી હાથ ધરતા મકાન વાળા વાહીદભાઇએ બહાર આવી મિટરના નંબર શા માટે લીધા છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ વાહીદ અને તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સોએ મળી ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)