Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમાંએ હવન સહિત કાર્યક્રમોઃ અર્ધા લાખથી વધુ ભાવિકો ઉમટશે

ઉપલેટા તા.૧૩: ઉપલેટાથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા ખ્યાતનામ ગધેથડના ગાયત્રી આશ્રમ દ્વારા પ્રખર ગાયત્રી ઉપાસક પૂ.લાલબાપુના સાનીધ્યમાં તા.ર૭-૭ના શુક્રવારે ગુરૂપૂર્ણિમાની ભકિતભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવશે.

થોડા સમય પહેલા પૂ.લાલબાપૂ તથા પૂ.રાજુ ભગતના ર૧ મહિનાના અનુષ્ઠાનના એકાંતવાસ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે સમગ્ર ગુજરાત સહીત દેશભરમાંથી પૂ.લાલબાપુના સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ. આયોજકો દ્વારા ગુરૂપૂર્ણિમાએ પચાસ હજારથી વધુના ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઇ બહેનોને પધારવા પૂ.બાપુના શિષ્યો પૂ.રાજુભગત તથા પૂ.દોલુભગતે જાહેર નિમંત્રણ પાઠવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના સેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:47 am IST)
  • સૌરાષ્ટ્ર ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ : ૧૬-૧૭ જુલાઇએ રાહુલગાંધી આવવાના હતા સૌરાષ્ટ્રઃ અમરેલી સહિત સોરાષ્ટ્રમાં વરસાદ પગલે કાર્યક્રમ રદઃ આગામી સમય ફરી તારીખ નકકી કરાશે access_time 4:04 pm IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST