Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વિરનગર ગામે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કુંવરજીભાઇનું સન્માન

તાજેતરમાં વિરનગર ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાન્તુભાઇ ધાધલના નિવાસ સ્થાને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શાંતુભાઇ ધાધલ અને મોટા દડવાના સરપંચ ભુપતભાઇ વાળાએ કુંવરજીભાઇનું પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ જે.પી. રાઠોડ, જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી, ગજેન્દ્રભાઇ રામાણી, કાઠી સમાજના અગ્રણી ભાભલુભાઇ ગીડા, ભુપતભાઇ જેબલીયા સાણથલી ગામના તમામ સમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ તથા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કુંવરજીભાઇ બાવળીયાને સન્માનિત કરાયા હતાં. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

(11:45 am IST)
  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST