Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગોંડલ સબજેલ સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓની બેઠક મળીઃ વૃક્ષારોપણ

ગોંડલ, તા.૧૩: ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવે સબ જેલ ખાતે જેલ મુલાકાતી બોર્ડ, જેલ સલાહકાર સમિતિ તથા કોર કમિટીની બેઠક મળવા પામી હતી, બેઠક પૂર્ણ થયા બાદ સરકારના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત બેઠકના ચેરમેન તથા સભ્યોના હસ્તે જેલ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,

ગાયત્રી પરીવારના પ્રમુખ ચંદુભાઇ પટેલ તથા તેમની ટીમે વૃક્ષારોપણ કાર્યક્રમ માટે વન વિભાગ પાસેથી ફૂલ-ઝાડના રોપા લાવી આપવામાં જેલતંત્રને સહકાર આપ્યો હતો અને તેઓ તથા તેમના ધર્મપત્નીએ વૈદીક મંત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરાવ્યું હતું, આ તકે

ડે.કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એડી.ડીસ્ટ્રીકટ જજ, અધિક સિવિલ જજ, નાયબ પોલીસ અધિક્ષક, સિવિલ સર્જન, પોલીસ આવાસ નિગમના આસી.ઇજનેર, સમાજ સુરક્ષા વિભાગના અધિકારી, નગર પાલિકા પ્રમુખ, તથા મહિલા સભ્યઓ સહીતનાઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા. જેલ અધિક્ષક એમ.જી.રબારી, જેલર ડી.કે.પરમાર  જેલ સ્ટાફ, પોલીસ ગાર્ડ તથા એસ.આર.પી. જવાનોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

(11:45 am IST)