Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મહુવા અને બિલખાથી ચોરેલ ટ્રેકટર વેચવા જતા ઝડપાયા

ભાવનગર એલસીબીને સફળતાઃ ભાદ્રોડના માનસંગ ગોહિલ અને કોડીનારના કાળુ બાંભણીયાએ નવ ચોરીઓની કરેલ કબુલાતઃ સવા નવ લાખનો મુદામાલ જપ્તઃ રાજકોટ તરફથી ચોરેલ બે મારૂતિકાર પણ કબ્જે

ભાવનગર તા. ૧૩ : લોકલ ક્રાઇમ બ્રાન્ચને નવ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જે ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ૯ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યોછે. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ. માલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સ.બ. ઇન્સ એન.જી.જાડેજા, એલ.સી.બી.સ્ટાફને સુચના આપેલ જેના માર્ગદર્શન હેઠળ મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મહુવા, માર્કેટ યાર્ડના નાકા પાસે, નેસવડ ચોકડી તરફ જતા રસ્તે આવતા હેડ કોન્સ. એમ.પી.ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને હકીકત મળેલ કે, માનસંગભાઇ પ્રતાપભાઇ ખસીયા રહે. ભાદ્રોડ તેના મિત્ર સાથે મળી અગાઉ ટ્રેકટરોની ચોરી કરેલ છે. જે ટ્રેકટરો તેઓ બંને મહુવા, નેસવડ ચોકડી થઇ રાજુલા તરફ વેચવા જવાના છ.ે

આ બાતમી આધારે વોચમાં રહેતા માનસંગભાઇ પ્રતાપભાઇ ગોહિલ (ઉ.ર૧ રહે. ભાદ્રોડ, મહેશ ઉર્ફે કાળુ બાલુભાઇ બાંભણીયા (ઉ.૩ર રહે. સત્યમ સોસાયટી, ધરાનગર, કોડીનાર) બંને અલગ-અલગ બે ટ્રેકટર સાથે મળી આવેલ હતા જેમાં માનસંગભાઇ પાસેથી વાદળી કલરનું પાવર ટેક કંપનીનું ટ્રેકટર રજી. નં.જીજે-૦૪-એચ.૮૯૩૪માં જુના જેવું ટ્રેલર રજી. નં. જીજી-૦૪-એકસ રપપર જોડેલ મળી આવેલ જે ટ્રેલરમાં કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ રજી. નં. જીજે-૦૪-બીએચ૩૧પ૯નું મો.સા.મળી આવેલ જે ટ્રેલર સહિત ટ્રેકટર શંકાસ્પદ મિલ્કત ગણી કિ.૪,૦૦,૦૦૦ તથા મો.સા. કિ.૩પ,૦૦૦ તથા મહેશ બાંભણીયા પાસેથી લાલ કલરનું મહિન્દ્રા કંપનીનું ૪૧પ ડીઆઇ ભુમિ પુત્ર ટ્રેકટર આગળ-પાછળ રજી.નંબર વગરનું ટ્રેકટર મળી આવતા શંકાસ્પદ મિલ્કત ગણીકિ. ૪,૦૦,૦૦૦ તથા મોબાઇલ કિ.પ૦૦ ગણી કુલ ૮,૩પ,પ૦૦ નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી સીઆર.પી.સી.કલમ ૧૦ર મુજબ કબ્જે કરેલ. મજકુરને જીઆ.પી.સી. કમલ ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

તેઓની પુછપરછ કરતા તેઓએ ઉપરોકત બંને ટ્રેકટર પૈકી પાવર ટેક કંપનીનું ટ્રેકટર મહુવાથી તથા મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર બિલખાથી ચોરી કરેલ. આ સિવાય તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શીંગ ચોરી, મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૮ મણ કપાસ તથા ૪૦ મણ કપાસની ચોરી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તુવેરદાળની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. તેમજ તેઓએ તેના મિત્ર સુરેશગીરી જમનગીરી ગોસાઇ હાલ જુનાગઢ જેલવાળા સાથે મળી રાજકોટ બાજુથી(૧) સફેદ કલરની મારૂતિ કંપનીની વાન રજી. નં. જી.જે ૦૩-ડીડી.૪૯૭ (ર) સફેદ કલરની મારૂતિ કાર રજી. નં.જીજે ૩એકસ ૧૮૮૬ ફોરવ્હીલ પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જે અંગે ઉપરોકત બંને મારૂતિ કંપનીની કાર ભાદ્રોડ ગામે તેના મકાનેથી કિ. રૂ.૯૦,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આમ, અલગ-અલગ ચોરીમાં થયેલ મુદ્દામાલ મળી કુલ રૂ. ૯,રપ,પ૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી વાહન ચોરીઓ તથા અન્ય ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહત્વની સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. ના પો.ઇન્સ. ડી.અમે.મિશ્રાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, કેવલભાઇ સાંગા તથા ડ્રાયવર મહેશભાઇ ભેડા વિગરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:44 am IST)