Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મોરબીમાં માહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને પગભર બનાવવા સાથે કાયદાથી મળતા રક્ષણ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત આજે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી કાયદાકીય જાગૃતિ શિબિરમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિષે માહિતી આપી આવા અત્યાચારો રોકવા માટે કાયદાકીય જે રક્ષણ મળે છે તેની માહિતી આપી હતી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ૧૮૧ અભયમ હેલ્પલાઈન, નારી અદાલત દ્વારા કેવી રીતે બહેનો આવા અત્યાચારોથી બચી સકે અને તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને બહેનોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો હતો. જાગૃતિ શિબિરમાં જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)
  • સૌરાષ્ટ્ર ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ : ૧૬-૧૭ જુલાઇએ રાહુલગાંધી આવવાના હતા સૌરાષ્ટ્રઃ અમરેલી સહિત સોરાષ્ટ્રમાં વરસાદ પગલે કાર્યક્રમ રદઃ આગામી સમય ફરી તારીખ નકકી કરાશે access_time 4:04 pm IST

  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST