Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આંગણવાડી બહેનોને ત્રણ માસનો પગાર નથી મળ્યો

મોરબી, તા.૧૩: આજે મહિલાઓને કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ઉપસ્થિત રહ્યા હતા જેને આવી યોજનાઓની માહિતી છેવાડાના ગામની મહિલાને ના મળતો હોવાનું જણાવી સરકારી યોજનાઓ પર પ્રહાર કર્યા હતા તેમજ આંગણવાડી બહેનોને ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ કરી છે તેણે ત્રણ મહિનાનો પગાર મળ્યો નથી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને દર મહીને ૧૫૦૦ નું વેતન આપે તેમાં વધારો કરવા જણાવ્યું હતું અને કોંગ્રેસના જીલ્લા પંચાયત પ્રમુખે સરકારને આડેહાથ લીધી હતી.

(11:40 am IST)