Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ધ્રોલ તાલુકા પ્રા.શિક્ષક સંઘના હોદેદારોનું સન્માન

આમરણઃ ધ્રોલ તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘના હોદેદારોની મુદ્દત પુરી થતા ધ્રોલ તા.પા. શિક્ષક સંઘની કારોબારી સભા મળેલ હતી. જેમાં ધ્રોલ તા.પા. શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ગજેન્દ્રસિંહ જાડેજા અને મંત્રી તરીકે મુકુંદભાઇ પરમારની સતત ત્રીજી વખત સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.રાજય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ  દિગ્વિજયસિંહ જાડેજા તથા જામનગર જિ. પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.  નવા વરાયેલા હોદ્દેદારોનું ફુલહાર-શાલુ ઓઢાડી બહુમાન કરાયું હતુ તાલુકા પ્રા.શિક્ષણા અધિકારી હરવરાએ શુભેચ્છા પાઠવી હતી ધ્રોલ  તા.પ્રા. શિક્ષણસંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નનો અંગે સરકારશ્રીમાં રજુઆતો થકી અમુક મહત્વના પ્રશ્નો અંગે સરકારશ્રીમાં રજુઆતો થકી અમુક મહત્વના પ્રશ્નોના આવેલ સુખદ ઉકેલ અંગેની સરાહના કરવામાં આવી હતી. સન્માન કરવામાં આવ્યુ તે તસ્વીર

(11:37 am IST)