Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જામકંડોરણાનાં ફોફળ ડેમમાં એક ફુટ નવા પાણીની આવક

જામકંડોરણા તા ૧૩ : ગઇ કાલેસાંજના ૪.૦૦ વાગ્યાથી રાતના આજે સવાર સુધીમાં ધીમીધારે ૪૬ મી.મી. (પોણા બે ઇંચ) વરસાદ પડેલ છે. આ સારા વરસાદથી જામકંડોરણા શહેર તેમજ તાલુકાને પીવાનું પાણી પૂરૂ પાડતા ફોફળ ડેમમાં એક ફુટ નવા પાણીની આવક થતા સપાટી હાલ બે ફુટ થયેલ છે. આજેસવારથી જ ફરી ધીમી ધારે વરસાદ પડવાનું ચાલુ છે આ વરસાદથી લોકોમાં ખુશીનીલહેર જોવા મળેલ છે.

(11:35 am IST)