Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કોટડાસાંગાણીના રાજપરામાં પુરમાં તણાતા યુવકને બચાવાયો

કોટડાસાંગાણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમા રાજપરા ગામે ત્રણ કલાકમા પાંચ ઈંચ વરસાદ પડતા રાજપરાની રંગુમતી નદીમા ઘોડાપુર આવ્યુ હતુ જેથી પુલ પરથી બે બે ફુટ ઉંચે પાણી પસાર થયુ હતુ. જેમા જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહેલો અજાણ્યો બાઈક સવાર તણાતા ગ્રામજનો એ બચાવી લીધો હતો. જયારે તેમનુ બાઈક પુરના પાણીમા તણાયુ હતુ. નદીમા પુર આવતા રાજપરાથી રાજકોટ જવાનો માર્ગ ત્રણ કલાક બંધ થયો હતો પાંચ ઈંચ વરસાદથી ખેતરોમા પાણી પાણી થયા હતા. કોટડાસાંગાણી તાલુકામા દિવસભરના બફારાબાદ ત્રણ વાગ્યાના અરસામા ઘેઘુર વાદળો વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. કોટડાસાંગાણી રાજપરા ભાડવા દેવળીયા નારણકા ભાડુઈ પાંચતલાવડા શાપર વેરાવળ રામોદ સહિતના ગામોમા બે થી પાંચ ઈંચ ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. અને જળાશયો છલકાયા હતા. વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી. શાપર વેરાવળના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાતા અનેક લોકોનુ સ્થળાંતર કરાયુ હતુ જયારે ભાડવા ગામની નદીમા પુર આવતા ભાડવાથી કોટડાસાંગાણી અને રાજકોટ જવાના બંને માર્ગ બે કલાક સુધી બંધ રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કલ્પેશ જાદવ, કોટડાસાંગાણી)

(11:35 am IST)