Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

લોધીકાના ઢોલરા ગામ પાસે ભારે વરસાદમાં કોઝવેમાં તણાયેલ બાળકનો મૃતદેહ મળ્યો

ટ્રેકટર ઉંધુ વળતા દુર્ઘટના સર્જાઇ 'તીઃ કલાકોની જહેમત બાદ શિવરાજ (ઉ.વ.૫)નો મૃતદેહ મળ્યોઃ અન્ય ૪ને બચાવી લેવાયા

તસ્વીરમાં ઉંધુ વળી ગયેલ ટ્રેકટર અને કોઝવે નજરે પડે છે (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ ખીરસરા)

ખીરસરા તા.૧૩: લોધીકાના ઢોલરા ગામે ગત સાંજે ભારે વરસાદના કારણે કોઝવેમાં ટ્રેકટક ઉંધુ વળી જતા બાળક પાણીમાં તણાઇ ગયો હતો અને કલાકો બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકટરમાં બેઠેલા અન્ય ૪ વ્યકિતઓને બચાવી લેવાયા હતા.

મળતી વિગતો મુજબ લોધીકા તાલુકાના ઢોલરા ગામે ઓધડભાઇ રૂડાભાઇ ડોબરીયાની વાડિમાં મંજુરી કામકરતા શૈલેષભાઇ ડામોર તેમના પત્ની ગીતાબેન તેની એકપુત્રી તેમજ પ વર્ષનો પુત્ર શિવરાજ ગામમાંથી વાડિએ જતા હતા ત્યારે ટ્રેકટર ચાલાક  હસમુખભાઇ ઓધડભાઇ ડોબરીયા ઠોલરાથી પાળ ગામ રસ્તા ઉપર મોહનભાઇ પરસાણાની વાડિ પાસેના સારણીયા કોઝવેમાં ટેકટર પાણીની અંદર ઉધુવળી જતા માસુમ બાળક શિવરાજ શૈલેષભાઇ ડામોરનું પાણીમાં ગરકાવ થઇ ગયેલ ગ્રામજનોએ ચાર વ્યકિતને બચાવી લીધેલ હતા.રાત્રિ આખી જહેમત બાદ ગામના સરપંચ દિનેશભાઇ વલ્લભભાઇ બગથરીયા તેમજ તરવૈયા ગામના જાગૃત નાગરિકો દ્વારા શિવરાજ શૈલેષભાઇ ડામોર ઉ.વ.૫નો મૃતદહે શોધી કાઢેલ હતો ભારે વરસાદમાં કોઝવે રસ્તા ધોવાઇ ગયો છે.

(11:32 am IST)