Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગોંડલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

ગોંડલ : શહેર તાલુકાને મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ કાલે ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. શહેરની હાર્દસમી નાની બજારમાં પાણી ભરાયા હતાં. આ ઉપરાંત દેવપરા મેઇન રોડ નવો બનતા સેન્ટ્રલ ટોકીઝ પાછળ આવેલ કાપડી હનુમાનજીની મંદિર વાળી શેરીમાં પાણી ભરાયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:32 am IST)