Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા ::નવ ચોરીઓનો ભેદ ઉકેલ્યો : બે આરોપીઓ ઝડપાયા :.૯,૨૫,૫૦૦ નો મુદામાલ જપ્ત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને નવ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જે ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જેના માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફએ મહુવા શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં મહુવા,માર્કેટ યાર્ડનાં નાંકા પાસે, નેસવડ ચોકડી  તરફ જતાં રસ્તે આવતાં *હેડ કોન્સ. એમ.પી. ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકીકત મળેલ કે,માનસંગભાઇ પ્રતાપભાઇ ખસીયા રહે. ભાદ્દોડ તા.મહુવા જી.ભાવનગરવાળાએ તેનાં મિત્ર સાથે મળી અગાઉ ટ્રેકટરોની ચોરી કરેલ છે.જે ટ્રેકટરો તેઓ બંને મહુવા,નેસવડ ચોકડી થઇ રાજુલા તરફ વેચવા જવાનાં છે

    બાતમી આધારે વોચમાં રહેતાં  માનસંગભાઇ પ્રતાપભાઇ ગોહિલ ( ..૨૧ રહે.ભાદ્દોડ તા.મહુવા જી.ભાવનગર)) મહેશ ઉર્ફે કાળુ બાલુભાઇ બાંભણીયા (..૩૨ રહે.સત્યમ સોસાયટી,ધરાનગર,કોડીનાર જી.ગીર સોમનાથવાળા )બંને અલગ-અલગ બે ટ્રેકટર સાથે મળી આવેલ હતાજેમાં માનસંગભાઇ પાસેથી વાદળી કલરનું પાવર ટેક કંપનીનું ટ્રેકટર રજી. નં.GJ-04-H 8934 માં જુના જેવું ટ્રેલર રજી.નં. GJ-04-X-2552 જોડેલ મળી આવેલ.જે ટ્રેલરમાં કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ  રજી.નં. GJ-04-BH 3159 નું મો.સા. મળી આવેલ.જે ટ્રેલર સહિત ટ્રેકટર શંકાસ્પદ મિલ્કત ગણી કિ.,૦૦,૦૦૦ તથા મો.સા. કિ..૩૫,૦૦૦ તથા મહેશ બાંભણીયા પાસેથી લાલ કલરનું મહિન્દ્દા કંપનીનું 415DI ભુમિપુત્ર ટ્રેકટર આગળ-પાછળ રજી.નંબર વગરનું ટ્રેકટર મળી આવતાં શંકાસ્પદ મિલકત ગણી કિ.,૦૦,૦૦૦ તથા તેની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ કિ.૫૦૦ ગણી કુલ ,૩૫,૫૦૦-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ. મજકુરને Cr.P.C. કલમઃ- ૪૧()ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

  તેઓની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત બંને ટ્રેકટર પૈકી પાવર ટેક કંપનીનું ટ્રેકટર મહુવાથી તથા મહિન્દ્દા કંપનીનું ટ્રેકટર બિલખાથી ચોરી કરેલ. સિવાય તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શીંગ ચોરી , મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૮ મણ કપાસ તથા ૪૦ મણ કપાસની ચોરી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તુવેરદાળની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. તેમજ તેઓએ તેનાં મિત્ર સુરેશગીરી જમનગીરી ગોસાઇ હાલ-જુનાગઢ જેલવાળા સાથે મળી રાજકોટ બાજુથી

() સફેદ કલરની મારૂતિ  કંપની ની વાન રજી.નં.GJ-03-DD- 497 () સફેદ કલરની મારૂતિ ફ્રન્ટી કાર રજી.નં.GJ-3X-1886 ફોરવ્હીલ પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ઉપરોકત બંને મારૂતિ કંપનીની કાર ભાદ્દોડ ગામે તેનાં મકાનેથી કિ.રૂ.૯૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.છે 

 આમ,અલગ-અલગ ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ ,૨૫,૫૦૦નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી વાહન ચોરીઓ તથા અન્ય ચોરીઓનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહત્વની સફળતા મળેલ છે.

 _ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, કેવલભાઇ સાંગા તથા ડ્રાયવર મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(11:28 pm IST)