Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ગોંડલના ઘોઘાવદર ચોકમાં પદયાત્રીને છરી બતાવી ઓટો રીક્ષા માં આવેલ બે શખ્સોએ મોબાઇલની લૂંટ ચલાવી

પદયાત્રીઓ જામજોધપુર થી પગપાળા ચાલી મોટા દડવા રાંદલ માતાજીના મંદિરે જઈ રહ્યા હતા

ગોંડલગોંડલના ઘોઘાવદર ચોકમાં હનુમાનજીના મંદિરે આરામ કરવા રોકાયેલા પદયાત્રીઓને ઓટો રીક્ષા માં ધસી આવેલા બે શખ્સોએ છરી બતાવી મોબાઈલની લૂંટ ચલાવી નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા જયદીપભાઈ દેવાભાઈ કદાવલા તેના કાકા ભીખાભાઈ એભાભાઈ કદાવલા અને બનેવી જયમલભાઈ વજસીભાઈ કારેણા મોટા દડવા ગામે રાંદલ માતાજીના મંદિરે માનતા પૂરી કરવા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે પરોઢિયે ઘોઘાવદર ચોકમાં હનુમાનજીના મંદિર પાસે થોડી વાર રોકાયા હતા ત્યાં જ GJ 06 V V 2528 નંબરની ઓટો રિક્ષામાં બે શખ્સો ધસી આવ્યા હતા અને છરી બતાવી મોબાઈલની લૂંટ કરી નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 379 114 gpa 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(1:34 pm IST)