Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પોરબંદર કીર્તિ મંદિર ડી-સ્‍ટાફનો સપાટો : ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો : રોકડ -સોનાના દાગીના સાથે આરોપીને પકડી પાડ્યો

પોરબંદર સુતારવાડામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર  : જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીદર પ્રતાપસિંહ પવા ર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રવી મોહન સૈની સાહેબ  દ્વારા મીલકત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપેલ જે અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી  જે.સી.કોઠીયા સાહેબ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એલ.આહિર સાહેબના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ PSI  શ્રી આર.એલ.મકવાણા તથા સ્ટાફના માણસો ગુન્હાના કામેના ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીની વોચ તપાસમાં હતા.તે દરમ્યાન  બનાવવાળી જગ્યાએ જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા ચોર ઈસમે સદર બનાવવાળા ઘરની અંદર આવેલ લોકર તથા અંદરના રૂમના  દરવાજાની ડુબલીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલ લોકર માંથી એનકેન પ્રકારે લોકરને ખોલી લોકરમાં રહેલ અલગ-અલગ સોનાના  દાગીના કિ.રૂ.૧,૦૦૦૦૦/-ના તથા રોકડા રૂપીયા ૩૦,૦૦૦/- ની ચોરી કરેલાનુ ફરીયાદમાં જણાતા બનાવવાળી જગ્યાએ ઉંડાણ પુર્વક  તપાસ કરતા તેમ્રજ આજુબાજુ માંથી શકદારોને કીર્તિપ્રંદિર પો.સ્ટે.લાવી વધુ પુછપરછ કરતા શકદારો માંથી એક શકદાર પુછપરછ  દરમ્યાન સંતોષકાર જવાબો આપતો ન હોય જેથી તેના પર શંકા જતા મજકુરને આગવી ઢબે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા  મજકુર શકદાર ગુનાની કબુલાત આપતો હોય જેથી શકદારનુ નામ પૂછતા પોતે પ્રોતાનુ નામ જીતેશ ઉર્ફે જગદિશ ઉર્ફે જગો મગનલાલ  માખેચા ઉ.વ.૪૨ રહે. સુતાર વાડા વાહેર નિવાસ પાસે કે.કે. STD PCO પાસે. પોરબંદરવાળો હોવાનુ જણાવેલ જેથી મજકુર ઈસમનને  કોવિડ -૧૯ નો રીપોર્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરી ઉપરોક્ત ગુનાના કામે લઈ ગયેલ  ૧૦૦% મુદામાલની રીકવરી કરવામાં આવેલ છે. આમ ચોર ઈસમને પકડી સદર ઘરફેડ ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં  સફળતા મેળવળી ચર ઈસમને નામદાર કોર્ટ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  પોકેટ કોપ/ઇગુજકોપથી કરેલ તપાસ્ આ કામે મજકુર આરોપીની પોકેટ કોપ/ઇગુજકોપ દ્વારા સર્ચ કરી ગુનો ડીટેક્ટ કરવા આવેલ છે  આ કામે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા પોતે પોરબંદર સુતારવાડા વાઢેર નિવાસ પાસે પોતાના પાડોસીના ઘરમાં પ્રવેશ કરી  ઘરમાં રહેલ લોકરમૉંથી અલગ અલગ સોનાના આસરે સવા બે તોલાના વજનના દાગીના જેની આશરે કિ.રૂ.૧,૦૦૦૦૦/- તથા રોકડા  રૂ.૩૦૦૦૦/- ની ચોરી કરેલ ૧૦૦% મુદામાલ રીકવર કરેલ છે. જેથી કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.ન.પાર્ટ એ ૧૧૨૧૮૦૦૬૨૧૦૫૬૨/૨૧  આઇ.પી..કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરેલ છે.  કામગીરી ક્સ્નાર :- આ કામગીરીમાં કીર્તિમંદિર પો.સ્ટે.ના PI શ્રી એય.એલ.આહિર, ડી-સ્ટાફ PSI શ્રી આર.એલ.મકવાણા,HC ભાવીન પી.  કારેણા ,એમ.કે.માવદીયા, ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા, ભરતભાઇ શીંગરખીયા,અરવિંદ કાનાભાઈ શામળા વિગેરે રોકાયેલ હતા.   

(9:26 pm IST)