Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમરેલીના રાજુલા,:જાફરાબાદ અને પીપાવાવ પોર્ટમાં ભારે પવન સાથે વરસાદ :જાફરાબાદમાં વિજળી ગુલ

વિરામ લીધા બાદ ફરી પવન સાથે વરસાદ વરસવાનું શરૂ

રાજ્યમાં અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના રાજુલામાં વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ કોસ્ટલ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે પવનના કારણે જાફરાબાદ શહેરમાં વીજળી ગુલ થઇ ગઇ છે. લોકોને ગરમીમાંથી તો રાહત મળી છે. પરંતુ વરસાદ થોડો સમય વિરામ લીધા બાદ ફરી પવન સાથે વરસાદ વરસવાનું શરૂ કર્યું છે. જ્યારે ફરીથી વરસાદ શરૂ થતા તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના રાજુલામાં વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ કોસ્ટલ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે પવનના કારણે જાફરાબાદ શહેરમાં વીજળી ગુલ થઇ ગઇ છે.

લોકોને ગરમીમાંથી તો રાહત મળી છે. પરંતુ વરસાદ થોડો સમય વિરામ લીધા બાદ ફરી પવન સાથે વરસાદ વરસવાનું શરૂ કર્યું છે. જ્યારે ફરીથી વરસાદ શરૂ થતા તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.

(12:54 am IST)