Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મોરબી જીલ્લાના ફલડ કંટ્રોલ રૂમના કર્મચારી મનીષ મોદીને ફરજમાં બેદરકારી બદલ નોટીસ

ફરજના સ્થળે બે કલાક મોડા અને ફોન સ્વીચ ઓફ રાખ્યો

 

મોરબી વાયુ વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ મોડમાં છે અને તકેદારીના તમામ પગલાઓ ભરવામાં આવી રહયા છે ત્યારે મોરબી જીલ્લા ફલડ કંટ્રોલ રૂમના કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ નોટીસ ફટકારાઈ છે

        પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા મનીષ મોદીને હાલ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં જીલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં જવાબદારી સોપવામાં આવી હતી જોકે મનીષ મોદી સવારે ૭ વાગ્યે ફરજ સ્થળે હાજર થવાને બદલે બે કલાક મોડા પડ્યા હતા તેમજ તેનો ફોન પણ બંધ રાખ્યો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે ત્યારે હાલની સંભવિત વાવાઝોડા જેવી જોખમી સ્થિતિમાં ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે જીલ્લા કલેકટરે લાલ આંખ કરી છે અને કર્મચારીને કારણદર્શક નોટીફ ફટકારાઈ છે

(10:35 pm IST)