Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગીર-સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ: બાઇકો હવામાં ફંગોળાઇ રાણાવાવમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી

નાળિયા અને માંડવીમાં તેજ પવનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા:પોલીસ તૈનાત

 

ગીર-સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે બાઇકો હવામાં ફંગોળાઇ ગઇ છે. તો ઉનાના નાળિયા માંડવીમાં તેજ પવનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા જેને લઇ હાલ પોલીસને બીચ પર તૈનાત કરી દેવાઇ છે. જ્યારે પોરબંદરના રાણાવાવમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી થઇ છે. વાયુ વાવાઝોડાના કારણે સોમનાથ અને વેરાવળમાં 40ની ગતિએ પવન ફૂંકાયો છે

(10:27 pm IST)
  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST