Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

માંડવીમાં તોફાની પવન :માંડવી-મુન્દ્રા વચ્ચે દરિયા કિનારે હોટલના પતરા ઉડ્યા

વાયુ વાવોઝોડાને લઈને રેલવે સ્ટેશન પર મુકેલા બાકડો ઉડી ગયો.

કચ્છનાં માંડવીમાં પણ તોફાની પવનની અસર જોવા મળી. માંડવીથી મુદ્રા વચ્ચે દરિયા કિનારે આવેલી એક હોટેલના પતરા ઉડી ગયાં છે. વાયુ વાવોઝોડાને લઈને રેલવે સ્ટેશન પર મુકેલા બાકડો ઉડી ગયો.

ગુજરાત પર મંડરાઈ રહેલી વાયુની આફત તો ટળી છે. પરંતુ તેની અસર દરિયાકાંઠાનાં વિસ્તારોમાં જોવાં મળી. દરિયો તોફાની બનતા દરિયા કિનારાનાં તમામ ગામડાઓ અને આસપાસનાં વિસ્તારોમાં લોકોએ ભારે ભય છે

(10:08 pm IST)