Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોરબંદરનાં દરિયામાં 15 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા ઓખાથી બેટ દ્વારકાનો દરિયાઈ માર્ગ બંધ NDRF ટીમ તૈનાત

ઓખામાં પણ વાયુ વાવઝોડાની અસર યથાવત: ભારે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.

પોરબંદરનાં દરિયામાં 15 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા હતાં. જેને લઈને દરિયાકિનારાનો વિસ્તાર ખાલી કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તો ઓખામાં પણ વાયુ વાવઝોડાની અસર યથાવત છે. ઓખા દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેને લઈને ઓખાથી બેટ દ્વારકાનો દરિયાઈ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ બેટ દ્વારકા અને ઓખા દરિયા પર પોલીસ અને NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે

(9:19 pm IST)