Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોરબંદરનો દરિયો ગાંડોતૂર : 'વાયુ ' વાવાઝોડાને કારણે ચાર બોટ તણાઈ:ભારે પવન -ઉછળતા મોજા

જૂની પોર્ટ ઓફિસના સામે કિનારે રીપેરીંગ માટે ચડાવેલી 1 બોટ અને 3 નાની બોટ દરિયામાં તણાઇ

પોરબંદર :વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. જૂની પોર્ટ ઓફિસના સામે કિનારે રીપેરીંગ માટે ચડાવેલી 1 બોટ અને 3 નાની બોટ દરિયામાં તણાઇ હતી. ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે બોટો તણાઇ હતી.

  બોટો તણાતા માછીમારો ચિંતામાં મુકાયા હતા. સાથો સાથ FRP હોડીઓ પણ દરિયામાં તણાઈ હતી. દરિયામાં વાયું વાવાઝોડાને લઇને ભારે પવન ફુંકાઇ રહ્યો છે. જેથી દરિયા કિનારે લંગારવામાં આવેલી બોટ સહેલાઇથી પાણીમાં તણાઇ જાય છે.

(9:08 pm IST)