Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સોમનાથમાં ભારે પવન ફૂંકાતા મંદિરના પ્રવેશદ્વારના પતરા ઉડી ગયા

સોમનાથ: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. ત્યારે ગુજરાતના દરિયાકાઠે તેની અસર જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ભારે પવનના કારણે સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળતો મંદિરના પ્રવેશ દ્વારાના પતરા ઉડી ગયા છે. તો વાવાઝોડાની અસર વચ્ચે ભોળાનાથાના દર્શનાર્થે આવતા ભક્તો આવી પહોંચે છે.

વાયુ વાવાઝોડાની અસરના કારણે સોમનાથનો દરિયા ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા ઉંચા ઉછળતા જોવા મળ્યા હતા. તો ભારે પવન ફુંકાવાના કારણે સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારના પતરા ઉડી ગયા છે.

જ્યારે વાવાઝોડની અસર વચ્ચે પણ ભારે પવન અને વરસાદમાં સોમનાથ મહાદેવના મંદિરે ભોળાનાથાના દર્શનાર્થે આવતા ભક્તો આવી પહોંચે છે.

ભારે પવનના કારણે સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારાના પતરા ઉડી ગયા હતા અને સ્ટાફ દ્વારા તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સોમનાથ મંદિરના હાજર સ્ટાફ દ્વારા પ્રવેશ દ્વારને પતરા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારે પવનના કારણે સોમનાથના દરિયાકાંઠ લોકોને જવા તાકિદ કરવામાં આવી હતી અને દરિયાકાંઠે બાંધવામાં આવેલા ટેન્ટ પણ ઉડી જતાં લોકોને મોટુ નુકશાન થયું હતું.

લોકોને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ, એનડીઆરએફની ટીમો, કોસ્ટગાર્ડ, આર્મી અને નેવી દરિયાકાંઠા નજીક અને સોમનાથ મંદિરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.

(4:50 pm IST)