Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગીર સોમનાથમાં સરકારની ર૦ ટૂકડીઓ ૧૦૦ ગામોની મુલાકાતેઃ ભુપેન્દ્રસિંહ નીકળી પડયા

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગિર સોમનાથના વિવિધ ગામોની મુલાકાત લઇ અસરગ્રસ્તોને મળેલા તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૩ :.. ગીર-સોમનાથ જિલ્લાનાં વાયુ વાવાઝોડા અસરગ્રસ્ત ૧૦૦ જેટલા ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓની બનેલી ર૦ ટીમોએ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પહોંચી જઇને અસરગ્રસ્ત વિસ્તારોનાં આજે ક્ષેમકુશળ પુછયા હતાં. એક ટીમ દ્વારા પાંચ ગામની આજની એક મુલાકાત દરમ્યાન કુલ ર૦ ગામોની મુલાકાત લેવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. તે અંતર્ગત આજે મોટાભાગનાં વિસ્તારોમાં જે તે ટીમે પહોંચી જઇને અસરગ્રસ્તોની સાર સંભાળ લીધી હતી. શિક્ષણ મંત્રીશ્રી અને વાયુ વાવાઝોડાનાં અસરગ્રસ્ત ગીર-સોમનાથ જિલ્લાની જવાબદારી સંભાળતા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડામાએ આજે અસરગ્રસ્ત પરીવાર સાથે વાતચીત દરમ્યાન વેરાવળ ખાતે જણાવ્યું હતું કે, આ વાયુ વાવાઝોડાની કુદરતી આપતીમાં જાન-માલનાં રક્ષણ અને સુરક્ષાને રાજય સરકારે પ્રથમ પ્રાધાન્ય આપેલ છે. આ સંભવીત કુદરતી આપતીને પહોંચી વળવા વહીવટી તંત્ર સુસજ્જ છે. આ સંભવિત વાવાઝોડાની આગાહી થતા છેલ્લા ૪ દિવસમાં  રાજય સરકારે સંભવીત અસરગ્રસ્ત જિલ્લાઓને કલેકટરશ્રીઓએ સંભવિત કુદરતી આફતોને પહોંચી વળવા તેમની કક્ષાએથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે ગીર-સોમનાથ જિલ્લાનાં ૧૦૧ અસરગ્રસ્ત ગામોમાંથી મોટાભાગનાં ગામોમાં આજે રાત સુધીમાં જિલ્લાનાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જશાભાઇ બારડ, શ્રી ગોવિંદભાઇ પરમાર, બીજ નિગમનાં ચેરમેન શ્રી રાજશીભાઇ જોટવા, પ્રવાસન નિગમનાં ચેરમેન શ્રી ઝવેરીભાઇ ઠકરાર ઉપરાંત જિલ્લ વહીવટી તંત્રનાં વડા કલેકટરશ્રી અજય પ્રકાશ, પ્રભારી સચિવ શ્રી સંજયનંદન, ખાણ-ખનીજના કમિશ્નરશ્રી રૂપવંત સિંહ સહિત અલગ-અલગ વિભાગોનાં અધિકારીઓશ્રીઓની બનેલી કુલ ર૦  જેટલી ટીમ આ અસરગ્રસ્ત ગામોમાં પહોંચી વળીને અસરગ્રસ્ત વ્યકિતઓની ખબર અંતર પુછી હતી.

(4:03 pm IST)