Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

'વાયુ' વાવાઝોડાએ દિશા બદલતા જેતપુરમાં લોકોને રાહતનો શ્વાસઃ ફુડપેકેટ, દવા-પાણીની વ્યવસ્થા

જેતપુર તા. ૧૩ :.. સૌરાષ્ટ્રને ધમરોળવા વાયુ વાવાઝોડુ આવતુ હોય તંત્ર દ્વારા કોઇ કચાસ ન રહે અને કોઇ વ્યકિતને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજન કરવામાં આવેલ વાયુની અસર જેતપુરમાં થવાની તેમ તેની તૈયારી રૂપે ગઇકાલે પાલીકા ચીફ ઓફીસર, મામલતદાર, ડીવાયએસપી, પી. જી. વી. સી. એલ. સહિતના તમામ અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવેલ અને ગ્રામ્ય વિસ્તાર આવેલ. મામલતદાર પી. આર. જોટાણીયાના માર્ગદર્શન હેઠળ ના. મા. આચાર્યભાઇ, નીખીલભાઇ મહેતા, ખાનપરાભાઇએ કલેકટરના આદેશ મુજબ આગમ ચેતીના ભાગ રૂપે શહેરની સેવાકીય સંસ્થા લાયન્સ કલબ ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસો., ચેમ્બર્સ ઓફ કોમર્સ, એ.-ટોપ નમકીના સહયોગ થી ૧૩૦૦૦ જેટલા ફુડ પેકેટ બનાવવા રાજકોટ રવાના કરેલ. ચીફ ઓફીસર દ્વારા શહેરના લોકોને સલામત સ્થળે ખસી જતા તેમજ જર્જરીત સી. વી. રબારી મકાનમાં ન રહેવા અપીલ કરતી ઓડીયો કલીપ વાયરલ કરેલ. અમુક હોર્ડીંગ બોર્ડ પણ ઉતરાવી લીધેલ. એન. ડી. આર. એફ. ની ર૮ જવાનોની કંપની પણ તૈનાત કરાવી દીધેલ.

મામલતદાર જોટાણીયાએ જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારના ર૭૧ અને શહેરના ૧૧૦૦ જેટલા લોકોને સરકારી શાળાના મકાનમાં સ્થળાંતર કરાયેલ ત્યાં તે લોકોને રહેવા જમવા, પીવાનું પાણી તેમજ જે લાઇટ જાય તો મીણબતીની પણ વ્યવસ્થા કરાઇ હતી. લોકોને વિજળીનો પ્રોબ્લમ ન થાય તે માટે તૈયારી કરાઇ હતી. કાર્યપાલક ઇજનેરશ્રી બી. કે. દવેએ જણાવેલ કે, કોઇપણ પરીસ્થિતીને પહોંચી વળવા સબ ડીવીઝન વાઇઝ (ર) ટીમો તૈયાર કરવામાં આવેલ જેમાં જૂનીયર એન્જીનીયર, લાઇન સ્ટાફ અને કોન્ટ્રાકટરને જવાબદારી સોંપાઇ હતી. પાંચ ટીમો માંગરોળ ડીવીઝનમાં પણ રવાના કરેલ. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ ફોલ્ટ ન થાય અને જો થાય તો તેનું તાત્કાલીક રીપેરીંગ થાય માટે તમામ સ્ટાફ સ્ટેન્ટ ટુ રાખેલ છે.

ડીવાયએસપી જે. એમ. ભરવાડ સાહેબે પણ પોતાની ટીમોને એલર્ટ રાખેલ.

આજરોજ બપોરે ૧ર.૩૦ વાગ્યાના અરસામાં પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ ગ્રામ્ય વિસ્તાર, વિરપુર, કેરાળી, સહિતના ગામોની મુલાકાતે આવનાર છે.

ફુડ પેકેટ માટે એ ટોપ નમકીનના માલીક મનસુખભાઇ વાઘાણીએ જણાવેલ કે હજુ પણ જેટલી જરૂરીયાત પડશે તો તે મુજબ હું સગવડ કરી આપીશ.

(3:41 pm IST)
  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST