Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સાવરકુંડલા પાલિકા દ્વારા હોર્ડિગ ઉતારવાની કામગીરી

સાવરકુંડલા : આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહીને ધ્યાને રાખી શહેરમાં કોઇ પણ જાતનું નુકશાન ન થાય તેવા આશયથી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ વિપુલભાઇ ઉનાવા અને ચીફ ઓફીસરની સુચના મુજબ શહેરમાં લાગેલા જાહેરાત કે બીજા અન્ય હોર્ડીગ ઉતારી લેવામાં આવી રહયા છે. આ જાહેરાતના લાગેલા હોર્ડીગોથી પવન અને વાવાઝોડાથી પડી-ઉડીને બીજા કોઇને નુકશાન તેમજ કોઇપણ ે જાનહાની નો બનાવ ન બને તે માટે હોર્ડીગો ઉતારવામાં આવી રહયા છે.

(1:04 pm IST)
  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST