Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગિર સોમનાથના અસરગ્રસ્ત ૧૦૦ ગામોમાં ટીમ ભૂપેન્દ્રસિંહ મુલાકાતે

કેબીનેટ મંત્રી-અધિકારીઓ ખડેપગે : નવો ઇતિહાસ સર્જવા તરફ પ્રયાણ

રાજકોટ, તા. ૧૩ :. ગીર સોમનાથ પંથકમાં વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉચ્ચ અધિકારીઓએ મુકામ કર્યો છે. બચાવ રાહતની આગોતરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે આજે અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમ સાથે અસરગ્રસ્ત તમામ ૧૦૦ ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યુ છે. સવારથી તેની શરૂઆત કરી દીધી છે. કુદરતી આપદાની સ્થિતિમાં કોઈ કેબીનેટ મંત્રી એક જ દિવસમાં ૧૦૦ ગામોની મુલાકાત લઈ લોકોના સુખદુઃખ પૂછે તેવુ કદાચ પ્રથમ વખત બનશે.

ભૂપેન્દ્રસિંહે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અસરગ્રસ્ત ૧૦૦ ગામોમાં આજે કલેકટર - સચિવ સહિતના અધિકારીઓ તેમજ સાંસદ રાજેશ ચુડાસમા, સ્થાનિક અગ્રણીઓ જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર અને અન્યને સાથે રાખી મુલાકાત લેવાનું શરૂ કરી દીધુ છે. વરસાદ વાવાઝોડાની સ્થિતિ તેમજ સંભવિત ભાવિ સ્થિતિ, આશ્રય સ્થાનોમાં અસરગ્રસ્તો માટેની સુવિધા વગેરે બાબતે તપાસ કરવામાં આવશે. લોકોને જ્યાં જે પ્રકારની જરૂરીયાત હોય તે પુરી કરવા સરકાર પ્રયત્નશીલ છે. હવામાન ખાતાએ રાહતના સમાચાર આપ્યા છે પરંતુ અમે ખડેપગે છીએ. આજે એક દિવસમાં ૧૦૦ ગામોની મુલાકાત લેવાનો લક્ષ્યાંક છે.

(1:02 pm IST)
  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ access_time 4:28 pm IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST