Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ધોરાજીમાં વાવાઝોડાની આગાહીના પગલે સેવાભાવીઓ-તબીબો સ્ટાફ ખડેપગે

ધોરાજી તા. ૧૩ :.. ધોરાજી જામકંડોરણા ઉપલેટાના તમામ મામલતદાર અને ટીડીઓ અધિકારી સહિતનાઓની બેઠક ધોરાજી ખાતે ડે. કલેકટરની અધ્યક્ષતામાં યોજાય અને જરૂરી સુચનો અપાયા હતાં અને આપાત કાલની સમીક્ષાઓને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા અને વાવાઝોડુ ધોરાજી પંથકમાં આવે તો યોગ્ય મદદ માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, પંકજભાઇ કુહાડીયા સહિતના યુવાનો એમ્બ્યુલન્સ અને દોરડા, લાઇક, જેકેટો સહિતનો સામાન તૈયાર રખાયો છે.

સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશભાઇ વેસેટીયન ડો. ઘેટીયા, ડો. રાજબેરા નસીંગ સ્ટાફ સેવાભાવી હિતેશભાઇ પારેખ, પ્રવિણભાઇ ડ્રેસર સહિતનો તમામ સ્ટાફ સ્ટેન્ડ ટુ હાજર રહેશે.

તેમજ ધોરાજીની અન્ય સેવાભાવી સંસ્થાઓ મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઇની ટીમ તેમજ લાઇન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા તથા લાયન પરીવાર સહિતની અનેક સેવાભાવી સંસ્થાા યુવાનો ખડેપગે રહેશે.

(1:02 pm IST)