Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વઢવાણના ફુલગ્રામમાં ૨.૩ની તિવ્રતાના ભૂકંપના આંચકા

વઢવાણ તા.૧૩: હાલ સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાજોડાનો પ્રકોપ રહયો હતો. ત્યારે સવારે આ વાવાજોડું રાત્રી દરમીયાન ઓમાન તરફ ફંટાયુ હોવાની અને ગુજરાત રાજ્યમાં ફકત આ વાવાજોડાની અસર થશે તેવી જાહેરાત કરવામાં આવતા લોકોમાં આનંદ અને ભય મુકત બન્યા હતા. ત્યારે આ વાવાંજોડાની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાયુ વાવાજોડાની નિમ્ન અસર જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે સવારથી જ વાદળ છાયું વાતાવરણ છે. અને અમુક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પણ ધીમી ગતિએ વરસી રહો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાયુ વાવજોડાની અસર અત્યંત નિમ્ન હતી. અને અસર પણ ઓછી હતી. ત્યારે ગઇ કાલે સુરેન્દ્રનગર જિલ્લામાં ભુકંપના હળવા આચકા અનુભવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મલોદ, ફુલગ્રામ અને અનેક વઢવાણ તાલુકાના ગામોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે અચાનક ભૂકંપના આચકા અનુભવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો પોતાના ઘર બાર નીકળી ગયા હતા.

ત્યારે જિલ્લામાં આ ભૂકંપનું એપોસેન્ટર વઢવાણ તાલુકાનું ફુલગ્રામ ગામ રહુ હતું. ત્યારે વઢવાણ તાલુકાના ફુલગ્રામ અને આજુ બાજુના ગામોમાં ૨.૩ની ભુકંપની તીવ્રતા નોંધાયી હતી. ત્યારે જિલ્લા માં છેલ્લા ત્રણ માસમાં પાંચ વખત ભુકંપના આંચકા અલગ અલગ સ્થળે નોંધાયા છે.

ત્યારે ભૂકંપના આંચકા અનુભવતા સુરેન્દ્રનગર રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

(1:01 pm IST)
  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST