Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ઉનાના સીમાસીમાં ૭૭ લાખની ખનીજ ચોરી

આગેવાનો અને ગ્રામ્યજનોની જાગૃતીથી ખનીજ ચોરી ઝડપાઇ : આરોપી નાસી ગય

ઉના, તા. ૧૩:  તાલુકાના સીમાસી ગામે ગેરકાયદેસર માટી ખોદીને રૂ. ૭૭ લાખની ખનીજ ચોરીની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

સીમાસી ગામે માટી ચોરી કરતા માથાભારે શખ્સો સામે મુસ્લિમ સમાજના આગેવાન તથા ગ્રામજનો એકઠા થઇ જનતા રેડ કરી અને ખનીજ ખાતાને જાણ કરતા લાખો રૂપિયાના દંડ વસુલ કરતા અન્ય ખનીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ઉભો થયેલ છે.

સીમાસી ગામે ગેરકાયદે માટી ખોદકામની ગિરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ બાદ રૂ. ૭૬,૯ર,૦ર૩ની ખનીજ ચોરીનો દંડ વસુલવાનું ખનીજ ખાતાએ શરૂ કરેલ છે. એક જેસીબી અને પાંચ ટ્રેકટર પર કલમ-૩૭૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ આરોપીઓ નાસી ગયેલ છે.

(11:45 am IST)