Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભાવનગરમાં આંબલીનું વૃક્ષ તુટી પડયું : એક વ્યકિતને ઇજા : ર દુકાનઃ ૪ વાહન દબાયા

ભાવનગર તા ૧૩  :  ભારે પવનના કારણે ભાવનગરના દેવુબાગ રોડ, કુમારશાળા નજીક આવેલ આંબલીનું ઝાડ તુટી પડયું હતું ગેરેજ અને પાનની કેબીન તથા ત્રણ સ્કુટર અને એક બાઇક ઝાડ હેઠળ દબાયા, જીતેન્દ્રભાઇ વિઠ્ઠલાણી નામના વ્યકિતને ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલમાં ખસેડાયા. ઇબ્રાહીમભાઇ કુરેશી અને ઇરફાનભાઇ નામના વ્યકિતનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડ વિભાગની ટીમે બનાવ સ્થળે દોડી જઇ ઝાડ હટાાવવાની કામગીરી હાથ ધરી હતી.

(11:45 am IST)