Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

માંગરોળ સહિત દરિયાઇ વિસ્તારોમાં અર્ધો ઇંચ વરસાદઃ દરિયામાં કરંટ

જુનાગઢ તા.૧૩: માગરોળ સહિત દરિયાઇ વિસ્તારોમાં સવારના છ વાગ્યાથી ઝંઝાવાતી પવન સાથે વરસાદ પડવો શરૂ થયો છે અને સવારના ૧૦ સુધીમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.

'વાયુ' વાવાઝોડાને લઇ માંગરોળ પંથકમાં ફફડાટ જોવા મળે છે વાવાઝોડાની દિશા બદલાઇ છે છતા તેની અસર થતા માગરોળ વિસ્તારમાં વહેલી સવારના ૪ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયેલ પરંતુ સવારે ૮ વાગ્યાથી વરસાદની સ્પીડ વધતા સવારના ૧૦ સુધીમાં માંગરોળ ખાતે ૧૨ મીમી વરસાદ નોંધાયો હતો.

ઝંઝાવાતી પવન પણ શરૂથવાની સાથે માંગરોળમાં દરિયામાં વિકરાવ મોજા ઉછળી રહ્યા છે તંત્ર દ્વારા તમામ સ્થિતી રાખવામાં આવી રહી છે.

(11:44 am IST)