Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અલંગના વેપારી રમઝનબાપુ દ્વારા આધુનિક બોટની વિનામૂલ્યે વ્યવસ્થા

ભાવનગર, તા.૧૩: અલંગ શિપ યાર્ડના વેપારી દ્વારા વર્તમાન વાવઝોડા ની સ્થિતિ ને લઈ પ્રશાસન ની મદદ કરવામાં આવી છે. જેમાં કટીંગ માટે આવતા જહાજ માંથી નીકળતી આધુનિક બોટને પોતાની પાસે સાચવી રાખી હોય તે બોટ પ્રશાસનને સોંપવામાં આવી છે.આ  બોટ અત્યાધુનિક છે.

અલંગ શિપ યાર્ડના અગ્રણી વેપારી કેજેઓએ ભૂતકાળ માં પણ આફત ના સમયે મદદ કરી છે તેવા રમઝાનબાપુ વસાયા વિદેશી જહાજ માં આવતિ એન્જીન વાળી બોટ નો વ્યવસાય કરે છે.

તેઓના જણાવ્યા પ્રમાણે વાવાઝોડા ને અનુલક્ષી ને અનેક બોટ એન્જીન વાળી ત્યાર કરવામાં આવી છે.

આ બોટ ની ખાસિયત એ છેકે દરિયામાં ગમે તેવો કરંટ હોય કે શહેરી વિસ્તાર ની ગલીઓ માં પાણી ભરાયા હોય ત્યાં જઈને પણ બચાવ કામગીરી કરી શકે છવા.

આ બોટ સ્પીડ માં દોડી શકે છે તેની સાથે જીપ જેવા વાહનો પાછળ બધી ને રસ્તા ના માર્ગે પણ લઈ જઈ શકાય છવા. માત્ર તળાજા નહિ ગુજરાત ના કોઈ પણ વિસ્તાર માં જેટલી બોટ ની જરૂર પડે ત્યારે ડિઝાસ્ટર મેનેજ મેન્ટ ના ભાગ રૂપે આપવામાં આવે છે.

(11:27 am IST)