Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જામનગરની વુલન મીલ બંધ ન થાય તેવા પ્રયાસો કરવા મઝદૂર સંઘની રજૂઆત

જામનગર તા.૧૩ : ભારતીય મઝદૂર સંઘ દ્વારા માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય, આર.સી.ફળદુ, કેબીનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી સંસદસભ્ય, પુનમબેન માડમ તથા હસમુખભાઇ હિંડોચા પ્રમુખ ભાજપ (શહેર)ને ઉદેશીને વુલન મીલ બંધ ન થાય તેવા રજૂઆત કરેલ છે.

રજૂઆતમાં જણાવેલ કે છેલ્લા થોડા સમયથી અગમ્ય કારણસર આ મીલમાં આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે. જેના કારણે તે મીલમાં કામ કરતા આશરે ૫૦૦ થી ૬૦૦ કામદારોના પગાર છેલ્લા બેએક વર્ષથી નિયમીત રીતે થતા નથી. મીલની આર્થિક મુશ્કેલીના કારણે છેલ્લા દોઢેક વર્ષથી ઉત્પાદન પ્રક્રિયા સંપુર્ણ બંધ કરેલ છે અને કામદારોએ પણ આ પરિસ્થિતિને સમજીને આજદિન સુધી મીલ સામે કોઇ ફરીયાદો કે વિવાદ ઉભા ન કરી સહકાર આપેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

જનહીતમાં ટયુશન સંબંધે ચીફ ઓફીસરને રજૂઆત

જનહીતની તરફેણમાં ટયુશન કલાસનો ઉપયોગ બંધ કરાવવા સામે કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર બાબતે એ.એ.ચાકીએ ચીફ ઓફીસરને રજૂઆત કરી છે.

આગના અકસ્માત નિવારવા માનવના અમુલ્ય જીવનની સુરક્ષા માટે કાર્યવાહી બાબતે કોઇને વિવાદ કે તકરાર નથી. ટયુશન કલાસના સંચાલકોને લેખીત નોટીસ આપીના વાંધાપત્ર લેવા કાર્યવાહી કરી છે. આ બાબતે રજૂઆતમાં જણાવેલ કે, આ ટયુશન કલાસના સંચાલકો ભારતના બંધારણના મૂળભૂત સિધ્ધાંતે વિરૂધ્ધ ગેરકાયદે ધંધો કરી કાયદાનું અપમાન કરતા નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:25 am IST)