Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ધોરાજીમાં icici ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ભીતિના કારણે લોકોને જાગૃતતા માટે ટીમ

સૌરાષ્ટ્રમાં હાલ વાવાઝોડાની ભીતિ છે ત્યારે icici  ફાઉન્ડેશન દ્વારા લોકોને જાગૃતતા લાવવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે અને ડેપ્યુટી કલેકટર પાસે રજૂઆત કરી છે કે અમારી ટીમ જયાં જરૂર હશે ત્યાં મદદ કરવા માટે તૈયાર રહેશે. ડેપ્યુટી કલેકટર દ્વારા icici ફાઉન્ડેશનની ટીમને લોકોની જાગૃતતા માટે પેમ્પ્લેટ આપ્યા છે આ પેમ્પલેટ અનેક ગામડાના લોકોને આપી વાવાઝોડાથી કેમ બચવું તે માટે માર્ગદર્શન આપશે આ પેમ્પ્લેટમાં લોકોને જાગૃતતા માટે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવા કે જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો તથા અન્યને પણ આ સમજ આપવી, વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી, વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ સલાહ આપવી જેવાં અનેક મુદ્દાઓનો આ પેમ્પ્લેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે icici  ફાઉન્ડેશનની ટીમની સેવાકીય પ્રવૃત્ત્િ।ઓને બિરદાવી હતી.

(11:24 am IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST