Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મેંદરડામાં વૃક્ષ ધરાશાયી

મેંદરડાઃ જુનાગઢ બાયપાસ રોડ ઉપર વૃક્ષ ધરાશયી થતા બી. જી. અમરેલીયા (રાઉન્ડ ફોરેસ્ટર) તેમજ બગડા કે. એલ. ને જાણ થતા તરતજ તેની ટીમ ઘટનાએ પહોંચી વૃક્ષ કાપી તાત્કાલીક રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલ મેંદરડા બાયપાસ પર બન્ને બાજુ ઘટાદાર વૃક્ષ આવેલ છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ)

(11:25 am IST)
  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST