Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભાવનગરમાં 'વાયુ' વાવાઝોડાની અસરના પગલે ૫૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર

ભાવનગર, તા.૧૩: વાયુ વાવાઝોડાના અનુસંધાનેઙ્ગ ભાવનગર જિલ્લા ના મહુવા ખાતે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભાવનગર દ્વારા ૨૦ હજાર ફૂડ પેકેટ,બગદાણા બાપાસિતારામ આશ્રમ દ્વારા ૨૦ હજાર ફૂડ પેકેટ,રેડક્રોસ સોસાયટી દ્વારા ૧૫ હજાર ફુટ પેકેટ,તેમજ મોરારી બાપુ આશ્રમ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ભાવનગર શહેર માટે જવેલ સ્ટારના નયનભાઈ ગોલકીયા દ્વારા ૧૦૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:21 am IST)
  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST