Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ઉનામાં સવારે વરસાદઃ દરિયામાં ૩ મીટર ઉંચા ઉછળતા મોજાં : મકાનની દિવાલ તૂટી : જાનહાનિ નહીં

ઉના તા. ૧૩: સવારે ૮-૦૦ પછી ભારે પવન સાથે વરસાદ ૩૦ મીનીટ સુધી વરસી જતાં રોડ ઉપર પાણી વહેલા લાગેલ હતાં સવારે પવન વરસાદથી દેલવાડા રોડ ઉપર મકાનનાં છજાથી દિવાલ તૂટી ગઇ હતી. જાનહાની નથી.

મોજાને કારણે દરિયામાં ૩ મીટરથી વધુ મોજા ઉછળતા જેટી ઉપર કિનારે રાખેલ બોટો ભટકાવાથી નુકશાન થયું છે.

સાવચેતીનાં પગલા રૂપે બે દિવસ માટે દેલવાડા-જુ઼નાગઢ-દેલવાડા વેરાવળ લોઠકલ ટ્રેન બંધ કરી દેવાય છે. ખાનગી લકઝરી બસો ત્થા એસ.ટી.નાં લાંબા અંતરનાં રૂટો બંધ કરી દેવા સુચના આપી છે. ખાસ કરીને દરિયાઇ વિસ્તાર ગામો માટે બસ સેવા બંધ કરાય હતી.

ગીરગઢડા તાલુકાના ફરેડા, મહોબતપરા, ફાટસર, સોનપરા, નવા ઉગલા અંબાડા, જુના ઉગલા ગામ ને પવન વાવાઝોડા ત્થા ભારે વરસાદ માટે સાવચેત કરાયા છે તેમજ તાલુકાનાં ૧૮૪ લોકોને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દેવાયા હોવાનું મામલતદાર કોરડીયાએ જણાવ્યું છે તેમજ તાલુકાના તમામ ગામોમાં વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લઇ લોકોને સાવચેત ત્થા જાગૃત કર્યા હતા.

(11:20 am IST)