Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સાજડીયાળીમાં બેઠક મળી

સજડિયાળી ગામે વાયુ વાવાઝોડા દરમ્યાન આવનારી મુશ્કેલીઓને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ની અગત્યની બેઠક બોલાવવામાં આવી જેમાં ઝૂપડામાં રહેતા મજૂરો તથા કાચા મકાનમાં રહેતા ગ્રામજનો ની વ્યવસ્થા અને ફુડ પેકેટ તેમજ કોઈ જાન હાની ન થાય તેવી તકેદારી અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને વાડી વિસ્તાર માં રહેતાં ખેત મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં તેમજ ગ્રામ જનોને બેટરી, તેમજ જરૂરી સાધનો હાથ વગા રાખવા સૂચના આપવામાં આવી હતી,આ ઉપરાંત માલધારી ઓને પણ પશુઓને સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી સરપંચશ્રી કલ્પેશભાઈ રાણપરિયા, ઉપ સરપંચ રમણીકભાઇ સોજીત્રા,તલાટી મંત્રીશ્રી હર્ષદભાઈ તેમજ આરોગ્ય વિભાગમાંથી વિજયભાઈ શેખરવા વિગેરે એ જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઇને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ શિક્ષણવિધ્આચાર્યશ્રી વિજયભાઈ રાણપરિયા એ વાવાઝોડા દરમિયાન કઈ બાબતની કાળજી રાખવી, ખાસ કરીને બાળકોને કે કોઈએ વાવાઝોડા દરમ્યાન બહાર ના નીકળવું જેવી સૂચનાઓ આપી હતી.(તસ્વીર.ધર્મેન્દ્ર બાબરીયા)

(11:17 am IST)