Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મીઠાપુર-સુરજકરાડીમાં ધુળની ડમરીઓ ઉડીઃ વાતાવરણમાં પલ્ટો

 મીઠાપુર તા. ૧૩ :.. હાલમાં ગુજરાત રાજય પર છેલ્લા બે દિવસથી તોળાતું વાયુ વાવાઝોડાનું સંકટ દરમિયાન આજે વહેલી સવારથી જ મીઠાપુર અને સુરજકરાડી ઉપરાંત આરંભડા જેવા વિસ્તારોમાં અચાનક જ ધુળની મોટી મોટી ડમરીઓ ઉડવા માંડી છે. તેથી સમગ્ર વિસ્તારમાં ધુળીયું વાતાવરણ થઇ ગયું છે. જેમાં ગઇકાલે સાંજે સાવ થોડો કહી શકાય તેટલો વરસાદ પણ પડયો હતો. આ ઉપરાંત આ વાયુ વાવાઝોડાથી બચવા માટે અને બને તેટલી ઓછી અસર અહીંના જનજીવન માટે રહે એટલા માટે મીઠાપુર સ્થિત ટાટા  કેમિકલ્સ દ્વારા પણ કંટ્રોલ રૂમ સારું કરાયો છે.

આ ઉપરાંત આરંભડા અને સુરજકરાડી જેવા વિસ્તારોમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પણ મીઠાપુર પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. અને બધી જ તૈયારીઓ અહીંયા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગઇ રાત્રે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. (પ-ર૧)

(10:21 am IST)