Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મોરબીઃ ૧૦ દિવસમાં બીજીવાર દુધના ખરીદીના ભાવમાં વધારાથી ખુડુતો ખુશ

મોરબી, તા.૧૩: ઓછા વરસાદને કારણે ઘાસચારો અને પાણીની તંગી વર્તાઈ રહી છે ખાણદાણના ભાવ ઉતરોતર વધતા જાય છે જેના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે મયુર ડેરી જીલ્લાના દૂધ ઉત્પાદકોના વ્હારે આવી દુધના પોષણક્ષમ અને વધુ ભાવ ચુકવવા પ્રયત્ન કરી રહી છે છેલ્લા દસ દિવસમાં બબ્બે વખત દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તા. ૧- થી પ્રતિ કિલો ફેટે રૂ ૨૦ નો વધારો કરેલ જયારે તા. ૧૧-થી ફરી પ્રતિ કિલો ફેટે રૂ ૧૦ ના વધારા સાથે રૂ ૬૬૦ ચૂકવવાનું નક્કી કરેલ છે જેના કારણે જીલ્લાના દૂધ ઉત્પાદકોમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે.

ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુઓને મોંઘાદાટ ખોળ અને કસહીન બજારુ દાણના બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે.

(10:19 am IST)