Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું :સૌથી વધુ ગાંધીધામમાં અને સૌથી ઓછા ભુજમાંથી ખસેડાયા

લખપતમાં અછત વચ્ચે વરસાદના ઝાપટાથી લોકોમાં રાહતની લાગણી

વાયુ વાવાઝોડાને પગલે દરિયા કાંઠા અને સંભવિત અસર પામનાર જિલ્લામાં સ્થળાંતરની કામગીરી વેગીલી છે કચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમાં સૌથી વધુ ગાંધીધામના અને સૌથી ઓછા ભુજમાં ખસેડાયા છે. અબડાસા-3150, અંજાર-900, ભચાઉ-1953, ભુજ -780, ગાંધીધામ-12373, માંડવી-1200, લખપત-1561, કચ્છના લખપતમાં અછત વચ્ચે 16MM વરસાદ નોંધાયો છે.

(12:16 am IST)
  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST