Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વેરાવળઃ ગુજરાત સીધ્ધી સીમેન્ટને પર્યાવરણ એવોર્ડ અર્પણ

વેરાવળ, તા.૧૩: ગુજરાત સીઘ્ધી સિમેન્ટ ને પર્યાવરણ ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્તમ કામગીરી બદલ ગ્રીનટેક ફાઉન્ડેશન નવી દીલ્હી દ્વારા ર૦૧૮ વર્ષનો પર્પાવરણ એવોર્ડ પ્લેટીનમ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. ગ્રીનટેક ફાઉન્ડેશન દીલ્હીની પર્યાવરણ ક્ષેત્રમાં કામગીરી કરતી સ્વાયત સંસ્થા છે દર વર્ષે પર્યાવરણ ક્ષેત્રમાં ભારતભરમાંથી જે કંપનીઓનું વિશેષ પ્રદાન હોય તેનું એવોર્ડ દ્વારા બહુમાન કરવા માટે પર્યાવરણ વિવિધ કેટેગરીના એવોર્ડ આપે છે.

ગુજરાત સીઘ્ધી સિમેન્ટ ના ડાયરેકટર(વર્કસ) દિનેશ રાંદડના માર્ગદર્શન અને દેખરેખ નીચે કંપનીએ પર્યાવરણ ક્ષેત્રે અનેક પ્રોત્સાહક યોજનાઓનું અમલીકરણ કરેલ છે જેમ કે વેસ્ટ હીટ રીકવરી સિસ્ટમ,બંગ હાઉસ,ઈલેકટ્રોનીકસ પેકર,સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ,હરીયાળીનો વિસ્તાર, મિનરલ કન્ઝરર્વેશન વેગેરે આ ઉપરાંત કંપની દ્વારા તાજેતરમાં વર્ષોમાં પ્રદુષણ નિયંત્રણ, કુદરતી સંપતીનું જતન વૃક્ષ ઉછેર, કંપનીની મશીનરીનું આધુનિકરણ દ્વારા પ્રદુષણ નિયંત્રણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિના વિવિધ કાર્યક્રમોનંુ સંકલન વરસાદના પાણીનો સંગ્રહ,ગંદા પાણીનું શુઘ્ધીકરણ અને પુર્ન વપરાશ આંબાના મોટા ઝાડનું સ્થળાંતર વગેરે બાબતોમાં કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેની અમલીકરણને ઘ્યાનમાં રાખીને ર૦૧૮ ના વર્ષનો સર્વશ્રેષ્ઠ પ્લેટીનમ એવોર્ડ કંપનીને આપવામાં આવ્યો છે.

(3:50 pm IST)
  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST