Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સાયલા પાસેથી બિયર અને કાર સાથે રાજેશ લોખંડેની ધરપકડ

વઢવાણ તા. ૧૩ : ગુજરાત રાજયના ડીજીપી દ્વારા દારૂ અને જુગારની બદીઓ દુર કરવા માટેની ડ્રાઇવની સુચના બાદરાજકોટ રેન્જના DIG ડી. એન. પટેલ દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અમલદારોને દારૂ જુગાર ની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા સૂચના આપી, ખાસ ડ્રાઇવ ગોઠવવામાં આવેલ છે .

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણીના લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. એ.એ.જાડેજાને બાતમી મળેલ કે,સાયલા થી સુદામડા તરફ એક સફેદ કલરની મારૂતી SX-4 કાર નંબર GJ-01-HR-6444 વાળીમાં બીયરના ટીનનો જથ્થો ભરી નીકળનાર છે.

સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજાનાઓની બાતમી આધારે પો.સબ.ઇન્સ.બી.એસ.સોલંકી તથા સ્ટાફના એ.એસ.આઇ.મહેન્દ્રસીંહ ઝાલા તથા એ.એસ.આઇ વીનુભાઇ મેણસીભાઇ ડેર તથા પો.હેઙ.કોન્સ દોલાભાઇ ડાંગર તથા વીજયસીંહ જાદવ તથા મજબુતસીંહ રાણાઙ્ગ તથા પો.કોન્સ હરદેવસીંહ પરમાર તથા રવીરાજસીંહ ઝાલાઙ્ગ વિ. સહિતની ટીમ દ્વારા થોરીયાળી ગામના પુલ પાસે વોચમા હતા દરમ્યાન ઉપરોકત નંબરઙ્ગ વાળી કાર સાયલા તરફથી આવતાઙ્ગ તેના ચાલકને કાર રોકવા માટે ઇશારો કરતા કાર રોકેલ નહીં અને સુદામડા તરફ આગળ જવા દીધેલ જેનો સરકારી વાહનથી પીછો કરી નજીકમાથી જ ઉપરોકત કારને રોકી લીધેલ અને તે કારમાં જોતા પાછળની સીટમાં પરપ્રાંતીય બીયરના ટીનઙ્ગ નંગ-૭૨૦ કી.રૂ.૭૨૦૦૦ તથા કાર કી.રૂ.૨,૦૦,૦૦૦ કુલ કિંમત રૂ. ૨,૭૨,૦૦૦ના મુદ્દામાલ સાથેઙ્ગ આરોપી - કાર ચાલક રાજેશભાઇ તુકારામભાઇ લોખંડે જાતે મરાઠા ઉ.વ.૪૧ રહે લીલાજી ગાંડાજી ઠાકોરના મકાનમાં બુટભવાની મંદીર પાસે વેજલપુર અમદાવાદ વાળાને પકડી પાડવામા આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ તેમજ આરોપી/ કાર ચાલકઙ્ગ વિરુદ્ઘ સાયલા પોલીસ સ્ટેશનના અના.એ.એસ.આઇ વીનુભાઇ મેણસીભાઇ ડેર દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

(12:55 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST