News of Wednesday, 13th June 2018

કુતિયાણા પાસે ડમ્પરની હડફેટે યુવાનનું મોત

કુતિયાણા, તા. ૧૩ : નેશનલ હાઇવે ઉપર મારૂતી પરોઠા હાઉસ પાસે સફાઇનું કામ કરતા દિલસુખ લખમણભાઇ (ઉ.૩૬)ની પુરપાટ આવતા ડમ્પરે હડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

ડમ્પરની હડફેટે ગંભીર ઇજા પામેલ દિલસુખને પરોઠા હાઉસના માણસોએ હોસ્પિટલે ખસેડાયેલ અને સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. મરણજનાર પાછળ તેના ર બાળકો અને પત્ની નોંધારા બની ગયેલ છે. દલિત સમાજમાં શોક વ્યાપી ગયેલ.

(12:55 pm IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST