Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

તુ મારા ભાગની જમીનમાં ભાગ નહી આપ તો જાનથી મારી નાંખીશઃ જામનગરના બેડમાં પિતાને પુત્રની ધમકી

જામનગર તા. ૧૩ : તાલુકાના બેડ ગામે રહેતા ઉદેસિંહ હેમતસિંહ સોઢાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ પોતાના માલીકીની ખેતીની જમીન પાંચ વિઘા રાખેલ હોય જે તેમના દિકરા ભરતસિંહ ઉદેસિંહ સોઢાને પસંદ ના હોય જેથી ફરીયાદીને આરોપી પુત્રએ કહેલ કે તું મારા ભાગની જમીનના ભાગ નહીં આપીશ તો જાનથી મારી નાખીશ તમ કહી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ગુન્હો કરેલ છે.

ધાબા ઉપરથી પડી ગયેલ યુવકનું મૃત્યુ

શાહીબાગ પોલીસ મથકના આર.બી.એ પોલીસમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર રાકેશ જયેન્દ્રભાઈ બુઘ્ધભટી ઉ.વ. ર૪ રહે. પવનચકકીવાળા તા. ૧૧ ના રોજ પોતાના ઘેર ધાબા ઉપર સુતો હતો ત્યારે પેશાબ કરવા જતા ધાબા પરથી નીચે પડી જતા ઈજાઓ થતાં સૌપ્રથમ જામનગરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ અમદવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું સારવાર બાદ તા. ૧ર ના રોજ મૃત્યુ નિપજેલ છે.

દેડકદડમાં યુવકે ઝેર પી આખયું ટુકાવ્યું

ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે રહેતા રાજેન્દ્રસિંહ કાયુભા જાડેજાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, વિનોદસિંહ કાયુભા જાડેજા ઉ.વ. ૩પ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે.

લાલવાણી પાન પાસે એકટીવાની ચોરી

અહીં સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિલેષભાઇ મહેશભાઇ કણજારીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧-૬-૨૦૧૮ના પટેલ કોલોની મેઇન રોડ, લાલવાણી પાન પાસે, આ કામના ફરિયાદી નિલેશભાઇએ પોતાનું એકટીવા મોટરસાયકલ યુરો, રજી નં. જીજે૧૦એ૩૧૦૪ અને ૨૦૦૭ મોડેલનું છે તે મોટરસાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦નું તથા એક ઝેબ્રોનીક કંપનીનું ૧૫*૬ ઇંચનું એલઇડી મોનીટર ટીવી કિંમત રૂ. ૩૨૦૦ એમ કુલ રૂ. ૨૩,૨૦૦નું આ કામના કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

રીક્ષાની ચોરી

અહીં કિશાન ચોકમાં રહેતા ભરત જયંતિભાઈ આશર ઉ.વ. પ૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧ર ના રોજ ખંભાળીયા નાકા પાસે આવેલ ડો. વિસરોલીયાના દવાખાના પાસે ફરીયાદીએ રીક્ષા જી.જે.૦૧–એકસએકસ–૬૧૭૭ કિંમત રૂ. રપ હજારની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

મોટર સાયકલ ચોરાયુ

અહીં રવીપાર્કમાં રહેતા નિલેશ મહેશભાઈ કણજારીયા ઉ.વ. ૩ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧ ના રોજ પટેલ કોલોની મેઈન રોડ પર ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–એજે–૩૧૦૪ કિંમત રૂ. ર૦ હજારનું પાર્ક કરેલ જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

જુની અદાવતના કારણે ૩ શખ્સોનો હુમલો

અહીં ખેડીવાડી ફાટક પાસે બાવરીવાસમાં રહેતો શેરસિંગ કિશોરભાઈ કોળીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૧ ના ર કોમલનગર ઢાળીયા પાસે ફરીયાદી પેશાબ કરવા જતો હતો તે દરમ્યાન અગાઉના ઝઘડાનો ખાર રાખી ઓચિંતા લાખા દલુ ગઢવી, બાલા દલુ ગઢવી, વિપો દલુ ગઢવીએ આવીને ફરીયાદી ઉપર તલવાર, પાઈપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

(12:54 pm IST)
  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST

  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST