Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાણવડ પાલિકા હવે શું કરશે ?

ભાણવડના રણજીત પરાના વાછરાડાડા ચોકમાં નગરપાલિકા દ્વારા ડામરનું કામ કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયા બાદ એક પાણીના પરબમાંથી સતત વહેતા પાણી અડચણ રૂપ હોઇ આ વિસ્તારના સામાજીક કાર્યકર્તાઓએ ટ્રાફીક સમસ્યા ન નડે એ રીતે રવિવાર રાત્રે દસ વાગ્યાથી જાતે ત્રિકમ-પાવડા હાથમાં લઇ આશરે અઢી કલાક શ્રમ વહોરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી એક રીતે પાલીકાની મદદ કરી હતી ત્યારે હવે એ જ નગરપાલીકા આ ચોકમાં ચોમાસા પહેલા ડામરનું કામ કરી આપી લોક ભાગીદારીથી કામ સફળના સુત્ર ને સાચુ ઠેરવે છે કે નહિ તે જોવુ રહ્યું... લોકોએ તો તેમની સંનિષ્ઠ ફરજ અદા કરી હવે તંત્રએ લોકોની હાલાકી દુર કરવા તેમની સંનિષ્ઠ ફરજ અદા કરવાની રહી... (તસ્વીર : રવિ પરમાર ભાણવડ)

(12:51 pm IST)